VIDEO: 18600 ફૂટની ઊંચાઈએ હવામાં એક ટાયર પર હેલિકોપ્ટર ટક્યું, લદાખમાં સેનાનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન
18,600 ફૂટની બરફીલી ઊંચાઈ, હાડકાં ગાળી નાખે તેવો અતિશય ઠંડો પવન અને સીધા ઊભા ઢોળાવ પર ફસાયેલો એક દર્દી. જ્યારે સ્થિતિ એવી હોય કે એવિએશનનાતમામ નિયમો પોતાની છેલ્લી સીમા પર પહોંચી જાય, ત્યારે ભારતીય સેનાના જાંબાઝ પાયલટો તે કરી બતાવે છે. જેને અદમ્ય સાહસ કહેવામાં આવે છે. લદ્દાખના અત્યંત દુર્ગમ નન કુન (Nun Kun) પર્વત ક્ષેત્રમાં શનિવારે સેનાની એવિએશન વિંગે આવું જ એક સાહસિક અને શ્વાસ અધ્ધર કરી દેતું રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કર્યું હતું.
હળવું હેલિકોપ્ટર અને ઢળતી રોશનીનો પડકાર
આ કોઈ સામાન્ય રેસ્ક્યુ મિશન નહોતું. આટલી બધી ઊંચાઈ પર હવા એટલી પાતળી હોય છે કે હેલિકોપ્ટરના એન્જિનની તાકાત અને રોટર્સની લિફ્ટ (ઉપર ઉઠવાની ક્ષમતા) નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આ ઉપરાંત દિવસનો પ્રકાશ પણ ઝડપથી ઓછો થતો હતો. પાયલટો પાસે સમય ખૂબ જ ઓછો હતો. મિશનને ગમે તે ભોગે સફળ બનાવવા માટે, ટીમે હેલિકોપ્ટર બને તેટલું હળવું કર્યું હતું. તેના માટે બિનજરૂરી તમામ સામાન ઉતારી દેવામાં આવ્યો હતો અને ઉડતા સમયે ઈંધણ પણ એટલું જ રાખવામાં આવ્યું હતું જેનાથી જરૂરી લિફ્ટ મળે અને મિશન પૂરું કરીને સુરક્ષિત પાછા ફરી શકાય.
જ્યારે સેનાનું હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચ્યું, ત્યારે સામે ભયંકર બરફીલો પવન અને ઊભો પહાડી ઢોળાવ હતો. જ્યાં લેન્ડિંગ માટે કોઈ જગ્યા જ નહોતી. આવી સ્થિતિમાં પાયલટોએ આશ્ચર્યજનક સંતુલન અને જાંબાઝીનો પરિચય આપ્યો હતો. તેમણે હેલિકોપ્ટરને હવામાં અત્યંત નીચે સ્થિર રાખ્યું અને તેનું માત્ર એક સ્કીડ (નીચેનું લેન્ડિંગ સ્ટેન્ડ) ઢોળાવ પર ટકાવીને સંતુલન સાધ્યું હતું. થોડી જ પળોમાં દર્દીને સુરક્ષિત રીતે હેલિકોપ્ટરમાં ખેંચી લેવામાં આવ્યો અને હેલિકોપ્ટરે નીચેની તરફ સુરક્ષિત ઉડાન ભરી લીધી.
ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે કર્યું સલામ
ભારતીય સેનાની ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સફળ મિશનની જાણકારી શેર કરતા પાયલટોના સાહસ, તકનીકી દક્ષતા અને સમર્પણને સલામ કરી છે. તેમણે જણાવ્યું કે દિવસની છેલ્લી રોશનીમાં પાર પડાયેલું સાહસિક મિશન ભારતીય સેનાના અદ્વિતીય કૌશલ્ય અને સેવાનું જીવતું-જાગતું ઉદાહરણ છે.