VIDEO: દ્વારકામાં 13 ફૂટની રાખડીથી સરકાર સામે વિરોધ
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા સહિત જામનગર, કચ્છ અને પોરબંદરને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉગ્ર બની છે. રક્ષાબંધનના દિવસે દ્વારકાની બહેનોએ 13 ફૂટની વિશાળ રાખડી બનાવી દ્વારકાધીશને અર્પણ કરી સરકાર અને કૃષિમંત્રીને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના નિવેદન બાદ ખેડૂતો અને મહિલાઓમાં નારાજગી જોવા મળી રહી છે. બહેનોએ સવાલ કર્યો કે જો બધું દ્વારકાધીશ જ સંભાળવાના હોય તો સરકાર અને કૃષિમંત્રીની જરૂર શું? મહિલાઓએ સૌની યોજના હેઠળ ડેમોમાં પાણી ભરવા અને પશુધન માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી.

