VIDEO: દ્વારકામાં ખેડૂતોની પાણીને લગતી સમસ્યાઓ પર આપે સરકાર પર આકરા પ્રહાર કર્યા
સોર્સ : gstv
દ્વારકા જિલ્લામાં ખેડૂતોની પાણીની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે સૌની યોજના હેઠળ ખેડૂતો માટે એક દિવસ પાણી છોડવામાં આવ્યું અને બીજા જ દિવસે બંધ કરી દેવાયું....તેમણે સવાલ ઉઠાવ્યો કે ખેડૂતોની મજાક કરતી સરકારને શરમ નથી આવતી..... મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને સમસ્યા હલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, મજાક કરવા માટે નહિ.... AAPએ દેવા માફી, પાણી ફરી છોડવા, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ઘાસચારાની વ્યવસ્થાની માંગ કરી છે.

