મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત જિલ્લાના માંડવી તાલુકાનો ગોળધા ડેમ છલકાયો

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોળધા ગામે સ્થાનિક તેમજ ઉમરપાડા વિસ્તારમાં પડેલા આશરે દસ ઇંચ જેટલા ભા

તસવીર: gstv

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોળધા ગામે સ્થાનિક તેમજ ઉમરપાડા વિસ્તારમાં પડેલા આશરે દસ ઇંચ જેટલા ભારે વરસાદને કારણે ગોળધા ડેમ છલકાઈ ગયો છે. ઉમરપાડા વિસ્તારનું પાણી માંડવી તાલુકાના આમલી ડેમમાં આવતું હોવાથી ત્યાંથી પાણી છોડવામાં આવતા ગોળધા ડેમ છલકાયો છે. ડેમ છલકાતા જ આસપાસના ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી છે. ગોળધા જેવા ડેમોના પાણીથી આદિવાસી ખેડૂતોની હજારો હેક્ટર જમીનમાં ઉભા પાકને નવું જીવનદાન મળ્યું છે, જેનાથી કૃષિ ક્ષેત્રે રાહત થઈ છે.

આ સમાચાર શેર કરો