ગીર સોમનાથઃ ખિલખિલાટ વાનમાં દર્દીને બદલે ખાતરની બોરીઓ ભરાયાનો VIDEO VIRAL
ગીર સોમનાથ: ગીર ગઢડામાં સરકારી વાન ખિલખિલાટનો ઉપયોગ દર્દીઓને બેસાડવા માટે નહીં, પરંતુ ખાતરની થેલી લઈ જવા લાવવા માટે
ગીર સોમનાથ: ગીર ગઢડામાં સરકારી વાન ખિલખિલાટનો ઉપયોગ દર્દીઓને બેસાડવા માટે નહીં, પરંતુ ખાતરની થેલી લઈ જવા લાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ઉનામાં હોસ્પિટલોમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને લઇ જવા લાવવા માટેની ખિલખિલાટ વાનમાં ખાતર ભરવામાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ખિલખિલાટ વાનમાં ખાતરની થેલીઓ ભરાવતો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે.




