મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: જ્યોર્જિયા મેલોનીએ PM મોદીનું કર્યું સ્વાગત, બંનેએ હાથ જોડીને કહ્યું, નમસ્તે

ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેલકમ કર્યું. આ દરમિયાન બંને નેતાઓએ

ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેલકમ કર્યું. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી. બંનેની મુલાકાતનો વીડિયો પણ સામે આવ્યો છે. આ પહેલા મોદી વિવિધ દેશોના દિગ્ગજ પ્રમુખો સાથે પણ મળ્યા હતા. 

ઈટાલીમાં G7 સમિટનું આયોજન ચાલી રહ્યું છે. જેમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપવા પહોંચ્યા હતા. દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ વર્લ્ડ લીડર્સ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી હતી. 

પીએમ મોદી અને મેક્રોન વચ્ચે શું વાતચીત થઈ? 

પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત અંગે ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે સ્થિર અને સમુદ્ધ વૈશ્વિક વ્યવસ્થા માટે ભારત તથા ફ્રાન્સ વચ્ચે મજબૂત અને વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદારી મહત્ત્વપૂર્ણ છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ મેક ઈન ઈન્ડિયા પર વધુ ધ્યાન આપવાની સાથે જ વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગ વધારવા સંમતિ વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો