મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પૂર્વ મુખ્યમંત્રીના ઘર પર બુલડોઝર ફરી વળ્યું,  ફરિયાદ મળ્યા બાદ કોર્પોરેશને કરી કાર્યવાહી

આંધ પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ મુખ્યમંત્રી બની ગયા છે. મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ સતત એક્શન મોડમાં જોવા મ

આંધ પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ મુખ્યમંત્રી બની ગયા છે. મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને  પૂર્વ મુખ્યમંત્રી અને YSRCP પ્રમુખ જગનમોહન રેડ્ડીના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું છે.

કોર્પોરેશનને  ગેરકાયદેસર બાંધકામ અંગે ઘણી ફરિયાદો મળી હતી, જેના પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. હૈદરાબાદમાં લોટસ પોન્ડમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્તો હતો.

પોલીસની હાજરી ગેરકાયદે બાંધકામ તોડી પાડાયું

જગનમોહન રેડ્ડીના સમર્થકોના જણાવ્યા અનુસાર, આ રોડની બાજુનો રૂમ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીની હાર બાદ કોઈ સુરક્ષા નહોતી. જેના કારણે અધિકારીઓએ પોલીસની હાજરી વચ્ચે તેમનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું.

આ સમાચાર શેર કરો