VIDEO: નડાબેટના પાણી ભરેલા રણમાં 1 ટન વજનના કેબલને લઈ જતા GEBના કર્મચારીઓ
ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા નડાબેટના પાણી ભરેલા રણમાં GEBના કર્મચારીઓની પ્રશંસનીય કામગ
ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા નડાબેટના પાણી ભરેલા રણમાં GEBના કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. નડાબેટના દરિયો બનેલા રણમાં 300 મીટર અંદર 3 ફૂટ સુધી ભરેલા પાણીમાં 1 ટન વજનના વોટરપ્રૂફ કેબલને પાણીમાં ઉંચકીને લઈ જતા GEBના કર્મચારીઓ જોઈ શકાય છે.
વીજપોલ તૂટી જવાથી વીજ-પુરવઠો ખોરવાયો
સુઈગામ બોર્ડર વિસ્તારને ઉપલબ્ધ કરાવતા વીજપોલ તૂટી જવાથી વીજ-પુરવઠો ખોરવાયો હતો.તાત્કાલિક વીજ પુરવઠો પૂરો પાડવા GEB એક્શન મોડમાં આવતા સમસ્યાનો નિકાલ આવ્યો હતો.




