VIDEO: 'માતા હિરાબાના નિધન બાદ ગંગાએ મને દત્તક લીધો', વારાણસીમાં પીએમ મોદી થયા ભાવુક
PM નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા છે. આ દરમિયાન ખૂબ જ ભાવુક દ

PM નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા છે. આ દરમિયાન ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે. તેમમએ ગંગાઘાટે પૂજા કરતાં કહ્યું કે, હિરાબાના મૃત્યુ બાદ હવે ગંગા તેમની માતા છે. પીએમ મોદીએ કહ્યું કે માતા ગંગાએ મને દત્તક લીધો છે. વારાણસી સાથે મારું જોડાણ એવું છે કે હું બનારસીયા બની ગયો છું. આ દરમિયાન માતા હીરાબાને યાદ કરતાં જણાવ્યું હતું કે મારી માતા એવી હતી કે, તેઓ હંમેશા જીવનમાં પવિત્રતાને મહત્વ આપતા હતા. તેણે કહ્યું કે જ્યારે માતાનો 100મો જન્મદિવસ હતો ત્યારે હું તેમના આશીર્વાદ લેવા ગયો હતો. એ વખતે માતાએ મને મંત્ર આપ્યો હતો,'બુદ્ધિથી કામ કરો અને જીવનને પવિત્રતાથી જીવો'. આવી વાત કોઈ કવિ પણ ના કહી શકે, જે મા એ કહી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુપીના લોકો અમને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે અને આ વખતે પણ અમને આશીર્વાદ આપશે. તેમણે કહ્યું કે આ વખતે કોંગ્રેસને યુપીમાં એક પણ સીટ નહીં મળે. રાયબરેલીથી રાહુલ ગાંધીની સંભાવના અંગે પીએમ મોદીએ કહ્યું કે આ પરિવારને મીડિયાએ જ ઊભો કરી દીધો છે. મીડિયા છેલ્લા 70 વર્ષથી આ લોકોને મહત્વ આપે છે, પરંતુ જનતાને તેમની સત્યતા ખબર પડી ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે, યુપીના લોકો હવે ભત્રીજાવાદ પર વિશ્વાસ કરતા નથી.
યુપીમાં સપા સાથે કોંગ્રેસની લડાઈ પર પીએમ મોદીએ કહ્યું કે આ લોકો પહેલા પણ આવ્યા હતા. પરંતુ તેમને શું થયું? યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે ભાજપના શાસનમાં રાજ્યમાં મોટા સુધારા થયા છે. મારા માટે ગર્વની વાત છે કે મારી પાસે આવા સેંકડો આશાસ્પદ લોકો છે. પીએમ મોદીએ કહ્યું કે હવે લોકો જ કહી રહ્યા છે કે મોદીને મજબૂત કરવા જોઈએ જેથી કરીને તેઓ વિશ્વમાં દેશને ગૌરવ અપાવી શકે. પીએમ મોદીએ કહ્યું કે સૂર્યપ્રકાશ મને પરેશાન કરતો નથી. મેં મારું જીવન સુવિધાઓ વિના જીવ્યું છે.
400 સીટોની વાત કોઈ સ્લોગન નથી, જનતાનો સંકલ્પ છેઃ મોદી
લોકસભા ચૂંટણીમાં 400 પાર કરવાનો નારો આપવા પર પીએમ મોદીએ કહ્યું કે, હું ઇટાલીમાં જી-7 જવાનો પ્લાન બનાવી રહ્યો છું. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ G-7નું આયોજન કરવામાં આવનાર છે. તેમણે કહ્યું કે, 400ને પાર કરવાનો મુદ્દો કોઈ સ્લોગન નથી પરંતુ જનતાનો સંકલ્પ છે.






