મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાપીના કરવડમાં વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઈ

વાપીના કરવડ વિસ્તારમાં વેપારી પર હુમલો કરી દોઢ લાખ રૂપિયાની લૂંટ ચલાવવાના ગુનાનો વલસાડ એલસીબીએ ગણતરીના કલ

તસવીર: gstv

વાપીના કરવડ વિસ્તારમાં વેપારી પર હુમલો કરી દોઢ લાખ રૂપિયાની લૂંટ ચલાવવાના ગુનાનો વલસાડ એલસીબીએ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લીધો છે. ગત 8 મેની રાત્રે વેપારી એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે પુનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે હુમલાખોરોએ લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને રૂ.1.5 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા. ડુંગરા પોલીસમાં ગુનો નોંધાયા બાદ એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી જમ્મુ-કાશ્મીરના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટની સંપૂર્ણ રકમ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમાચાર શેર કરો