VIDEO: સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ
ભુજમાં સસ્તું સોનું આપવાની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ કરતી ગેંગને પશ્ચિમ કચ્છ LCBએ ઝડપી પાડી છે. આરોપીઓએ ઈન

ભુજમાં સસ્તું સોનું આપવાની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ કરતી ગેંગને પશ્ચિમ કચ્છ LCBએ ઝડપી પાડી છે. આરોપીઓએ ઈન્સ્ટાગ્રામ પર માઘવ-571 નામે નકલી ID બનાવી સસ્તા સોનાના બિસ્કિટ આપવાની લોભામણી જાહેરાતો પોસ્ટ કરી હતી અને સોનાના બિસ્કિટના ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. પોલીસે સુલતાન કુંભાર, બસીર કાતીયર, સાજીદ કુંભાર, અસગર કાતીયર અને ફહીમ સોઢાની ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹1.62 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં એક કિલો વજનના 10 અસલી અને 15 નકલી સોનાના બિસ્કિટનો સમાવેશ થાય છે. ઉપરાંત ક્રેટા કાર, ત્રણ ટુ-વ્હીલર અને 9 મોબાઈલ ફોન પણ કબજે કરાયા છે.




