VIDEO: ગાંધીનગર / સીનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન
Gandhinagar / Strong performance of Indian athletes in Senior Weightlifting Championship | ગાંધીનગરમાં શરૂ થયેલી સીનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખે

ગાંધીનગરમાં શરૂ થયેલી સીનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ અસરદાર પ્રદર્શન કરયું.. સ્પર્ધાના ત્રીજા દિવસે, ભારતના મેડલ ટેલીમાં વધારો થયો કારણ કે જ્ઞાનેશ્વરી યાદવે 53 કિગ્રા વજન વર્ગમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે સ્નેચમાં સિલ્વર મેડલ અને કુલ 194 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ ચીનની ઝિનલાન ઝાઓએ કુલ 216 કિગ્રા વજન સાથે મેળવ્યો હતો, જ્યારે સિલ્વર મેડલ વિયેતનામની હોઈ હુઓંગ ન્ગ્યુએનએ કુલ 195 કિગ્રા સાથે મેળવ્યો હતો. જ્ઞાનેશ્વરી યાદવની આ સિદ્ધિ ભારતીય વેઈટલિફ્ટિંગ માટે ગર્વની ક્ષણ છે.. જે ભારતીય મહિલા એથ્લેટ્સના વધતા સ્તર અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતાને દર્શાવે છે. એશિયન સ્તર પર તેના આ પ્રદર્શને ભારતના મજબૂત દેખાવમાં વધારો કર્યો છે..આ ચેમ્પિયનશિપમાં 28 એશિયન રાષ્ટ્રો અને 2 કોમનવેલ્થ રાષ્ટ્રો ભાગ લઈ રહ્યા છે અને તે 2026ની કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે કામ કરે છે.

