VIDEO: જામનગરમાં બાલાજી વેફર્સમાંથી નીકળ્યો તળેલો દેડકો!
બાલાજી વેફર્સના પડીકા ખાતા પહેલા લોકોએ ચેતવાની જરૂર છે. જામનગરમાં બાલાજી વેફર્સના પેકેટમાંથી તળેલો દેડકો નીકળતા ચક

બાલાજી વેફર્સના પડીકા ખાતા પહેલા લોકોએ ચેતવાની જરૂર છે. જામનગરમાં બાલાજી વેફર્સના પેકેટમાંથી તળેલો દેડકો નીકળતા ચકચાર મચી ગઇ છે. મનપા ફૂડ શાખાને ગ્રાહકે ફરિયાદ કરી હતી જે બાદ ફૂડ શાખા દ્વારા સેમ્પલ લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વેફરના પડીકામાંથી દેડકો નીકળ્યો
જામનગરના પુષ્કર ધામમાં રહેતા જસ્મીન તાલપરાએ બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યુ હતું.પેકેટ ખોલતા જ તેમાંથી મૃત દેડકો મળી આવતા ગ્રાહક ચોકી ગયા હતા. આ મામલે ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ વિભાગે તે બાદ કાર્યવાહી હાથ ધરી છે.
ફૂડ વિભાગના અધિકારી ફિલ્ડમાં હતા ત્યારે જસ્મીન પટેલ નામની વ્યક્તિ દ્વારા બાલાજીની ક્રન્ચેસ વેફરનું 10 રૂપિયાનું પેકેટ ખરીદ્યુ હતું જેમાં દેડકો હોવાનું જાણવા મળતા સ્થળ ઉપર પટેલ પાન અને પટેલ પ્રોવિઝન સ્ટોર્સ પુષ્કરધામ સોસાયટીની સ્થળ ઉપર મુલાકાત લીધી હતી. આ દરમિયાન વેફરને તોળેલા પેકેટમાંથી દેડકો હોવાનું જણાતા એજન્સીવાળા ભાઇને ઘટનાસ્થળે બોલાવ્યા હતા અને એજન્સીમાં જઇને આ જ વેફરના નમુના લેવાની કામગીરી હાથ ધરી હતી.






