10 નાપાસ ઓટો ડ્રાઈવર પર આવ્યું ફ્રાન્સની યુવતીનું દિલ, પરિવારનો વિરોધ, વિઝા રિજેક્શન; જાણો આ હૃદયસ્પર્શી લવ સ્ટોરી

ફ્રાન્સની એક યુવતી ભારત ફરવા આવી હતી. આ દરમિયાન તેની મુલાકાત એક સ્થાનિક ઓટો ડ્રાઈવર સાથે થઈ. સામાન્ય વાતચીતથી શર

ફ્રાન્સની એક યુવતી ભારત ફરવા આવી હતી. આ દરમિયાન તેની મુલાકાત એક સ્થાનિક ઓટો ડ્રાઈવર સાથે થઈ. સામાન્ય વાતચીતથી શરૂ થયેલો આ સંબંધ ધીમે-ધીમે દોસ્તી અને પછી પ્રેમમાં બદલાઈ ગયો. ભાષા, સંસ્કૃતિ અને દેશ અલગ હતા, પરંતુ લાગણીઓની ભાષા એક જ હતી. આ વાર્તા લોકોને એટલે સ્પર્શી રહી છે કારણ કે તેમાં કોઈ ઠાઠ- કે દેખાવો નથી, પણ સાદગી અને સાચો પ્રેમ છે, એવો પ્રેમ જે આજના સમયમાં ભાગ્યે જ જોવા મળે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @venom1s એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા એક મિનિટના વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. વીડિયોમાં આ કપલની તસવીરો સાથે લખ્યું છે કે, યુવક જયપુરમાં એક સામાન્ય ઓટો રિક્ષા ડ્રાઈવર હતો. તેની જિંદગી ત્યારે બદલાઈ જ્યારે તેની સવારી બનીને ફ્રાન્સથી આવેલી 'સારા' તેની ઓટોમાં બેઠી. સારા યુરોપથી ભારત ફરવા આવી હતી અને આ યુવકે લગભગ બે અઠવાડિયા સુધી તેને પોતાની ઓટોમાં આખું જયપુર ફેરવ્યું. આ દિવસો દરમિયાન વાતચીત, ભરોસો અને દોસ્તી ગાઢ બનતી ગઈ. આ દોસ્તી ધીરે-ધીરે પ્રેમમાં બદલાઈ ગયો. એક એવો પ્રેમ જે સરહદો નથી માનતો

જાહેરાત

VC: @venom1s (X account)

જ્યારે સારા પરત યુરોપ ગઈ, ત્યારે અંતરનું દર્દ અનુભવાયું, પરંતુ રોજ કલાકો સુધી થતી વાતચીતે તેમના સંબંધને વધુ મજબૂત બનાવ્યો. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો, પણ રસ્તો આસાન નહોતો. સારાના પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો કારણ કે યુવક 10મું પાસ પણ નહોતો અને વ્યવસાયે ઓટો ડ્રાઈવર હતો. આ જ કારણે તેનો ફ્રાન્સનો વિઝા પણ ઘણી વખત રિજેક્ટ થયો. આ સમયગાળો તેમના માટે સૌથી મોટી પરીક્ષા સમાન હતો, પરંતુ ધીરજ અને અતૂટ વિશ્વાસે તેમનો સાથ ન છોડ્યો.

આ સમાચાર શેર કરો

જાહેરાત