Video: ટ્રેનો થંભી

સોર્સ: gstv

તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં આવેલા પોન્નેરી સ્ટેશને વાવાઝોડા મુરાસુની ભારે અસરોને કારણે એક્સપ્રેસ ટ્રેનો ચાર કલાકથી વધુ સમય માટે રોકી દેવામાં આવી હતી. અચાનક ટ્રેનો અટકી જતાં મુસાફરો રેલવે સ્ટેશન પર ભારે મુશ્કેલીઓ વચ્ચે કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા હતા. વાવાઝોડાના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને આ નિર્ણય લીધો હતો. સ્ટેશન પર ફસાયેલા યાત્રીઓ માટે જરૂરી સગવડો પૂરી પાડવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કુદરતી આપત્તિના કારણે રેલ વ્યવહાર ખોરવાતાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત