VIDEO: ભાદરવી પૂર્ણિમા નિમિત્તે મોડાસાના મરડિયા-ચારણવાડા ખાતે પદયાત્રીઓ માટે નિશુલ્ક વિસામો શરૂ થયો
આગામી 20 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો યોજાવા જઈ રહ્

આગામી 20 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં ગુજરાત અને પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રીઓની સુવિધા અને સેવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મરડિયા-ચારણવાડા ખાતે મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજથી શરૂ થયેલા આ વિસામામાં અંબાજી જતા તમામ પદયાત્રીઓ માટે નિશુલ્ક ચા-પાણી, ભોજન, મેડિકલ સહાય અને આરામ કરવાની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને રસ્તામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.




