મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીમાં મેઘરાજાની એન્ટ્રી

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ અંબાજી પ

તસવીર: gstv

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ અંબાજી પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, અને બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. ધોધમાર વરસાદને કારણે અંબાજીના મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા હતા, જેનાથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ છે. ખાસ કરીને, આગામી ૨૦થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, ત્યારે આ વરસાદથી માહોલ વધુ આહલાદક બન્યો છે.

આ સમાચાર શેર કરો