VIDEO: કરજણ ડેમના ચાર ગેટ 2.40 મીટર ખોલાતા હેઠવાસના વિસ્તારોને એલર્ટ
નર્મદાના કરજણ વિસ્તારમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ડેમનું

નર્મદાના કરજણ વિસ્તારમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે આજે સવારે ડેમના ચાર ગેટ 2.40 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 43 હજાર 789 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ગેટ નં. 2, 4, 5 અને 6 ખોલાયા બાદ કુલ અંદાજે 34 હજાર 746.5 ક્યુસેક પાણી હેઠવાસમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમ તંત્રે સંબંધિત વિભાગો અને હેઠવાસના ગામોને એલર્ટ કરી સાવચેતી રાખવા સૂચના આપી છે.




