VIDEO: વન વિભાગની સ્પષ્ટતા દીપડાની અફવા ખોટી
વન વિભાગ દ્વારા દીપડો દેખાયાની અફવા વાળી જગ્યાની સઘન સ્થળ તપાસ કરવામાં આવી છે. RFO ધનરાજ ચૌધરીએ જણાવ્યું

વન વિભાગ દ્વારા દીપડો દેખાયાની અફવા વાળી જગ્યાની સઘન સ્થળ તપાસ કરવામાં આવી છે. RFO ધનરાજ ચૌધરીએ જણાવ્યું હતું કે વન વિભાગની બે ટીમોએ કાર્યરત થઈને તપાસ કરી હતી, પરંતુ મળેલા ફૂટમાર્ક દીપડાના હોવાનું જણાતું નથી કારણ કે તેમાં નખ દેખાઈ રહ્યા છે, જ્યારે દીપડાના નખ ઉપરની તરફ હોય છે અને જમીન પર તેના નિશાન પડતા નથી.અત્યાર સુધી ચાર જગ્યાએ દીપડો દેખાયાના મેસેજ વાયરલ થયા હતા, જેમાંથી માત્ર એક જ જગ્યાએ પુરાવા મળ્યા છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ વાયરલ ન કરે.




