મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ મહાપાલિકામાં વીડિયો કોન્ટ્રાકટ પર રાજકીય ગરમાવો, સાંસ્કૃતિક વિભાગની સ્પષ્ટતા

રાજકોટ મહાપાલિકા વીડિયોગ્રાફી કોન્ટ્રાક્ટને લઈને ઉઠેલો વિવાદ

તસવીર: gstv

રાજકોટ મહાપાલિકા વીડિયોગ્રાફી કોન્ટ્રાક્ટને લઈને ઉઠેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે. સમગ્ર મામલે સાંસ્કૃતિક વિભાગના ચેરમેન મનીષભાઈ ભટ્ટે સ્પષ્ટતા કરતા કહ્યું કે વીડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ મે મહિનામાં નિયમિત ટેન્ડર પ્રક્રિયા મુજબ આપવામાં આવ્યો હતો. જોકે આ કોન્ટ્રાક્ટ હજુ સુધી અમલમાં મૂકવામાં આવ્યો નથી. સમગ્ર દરખાસ્ત હવે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે અને સંકલન બેઠકમાં તેની વિગતવાર સમીક્ષા થશે. જો તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની નિયમ વિરુદ્ધતા અથવા ગેરરીતિ સામે આવશે તો કોન્ટ્રાક્ટ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો