VIDEO: રાજકોટમાં ટ્રાવેલ કંપની ચલાવતા દંપતીની ૫૦ લાખથી વધુની ઠગાઈ, ૯ લોકો બન્યા શિકાર!
રાજકોટમાં 'ફેસ્ટિવલ હોલીડે' નામની ટ્રાવેલ કંપની ચલાવતા અભિન

રાજકોટમાં 'ફેસ્ટિવલ હોલીડે' નામની ટ્રાવેલ કંપની ચલાવતા અભિનવ પટેલ અને તેની પત્ની ધારા પટેલ વિરુદ્ધ રૂ. ૫૦ લાખથી વધુની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. આ દંપતીએ વિયેતનામ, બાલી અને મલેશિયા જેવા વિદેશી ટૂર પેકેજના નામે ૯ જેટલા લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલી છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત દુબઈથી સસ્તા ભાવે આઈફોન મંગાવી આપવાની લાલચ આપીને પણ લોકો પાસેથી મોટી રકમ પડાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટના અંગે માલવીયાનગર પોલીસે દંપતી વિરુદ્ધ છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઠગાઈનો ભોગ બનેલા લોકોએ ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવતાં ટ્રાવેલ ક્ષેત્રે ચકચાર મચી ગઈ છે.




