મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાં અશ્વિન નદીના પૂરના પાણી ઘરોમાં ફરી વળ્યા

નસવાડી ટાઉન વિસ્તારમાં અશ્વિન નદીનું પાણી ફરી વળતા રહેણાંક મકાનો

તસવીર: gstv

નસવાડી ટાઉન વિસ્તારમાં અશ્વિન નદીનું પાણી ફરી વળતા રહેણાંક મકાનો અને બજારના રસ્તાઓ જળબંબાકાર બન્યા છે. રફીક ડણી વાલા દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, પૂરના પાણી અચાનક ગામમાં ઘૂસી જતાં ગ્રામજનો અત્યંત ચિંતીત અને મુશ્કેલીમાં મુકાયા છે. બજાર વિસ્તારમાં પાણી રોડ ઉપર ફરી વળતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે કે આવી આપત્તિ સમયે તંત્ર ક્યાં ગયું હતું અને કેમ સમયસર કોઈ સાવચેતી કે રાહત કામગીરી હાથ ધરવામાં આવી નથી? તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરાય તેવી લોકમાં માગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો