VIDEO: છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે NDRF ટીમ તૈનાત
રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને

રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની ટીમને જરૂરી સાધન-સામગ્રી સાથે તૈનાત કરવામાં આવી છે. સંભવિત પૂર કે અન્ય કુદરતી આપત્તિની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરી શકાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ પૂર્વ તૈયારીઓ કરાઈ છે. આર્ડીએફની ટીમે સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને આપત્તિગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ શરૂ કરી દીધું છે. વહીવટીતંત્રે નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, નદી-નાળા કે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અપીલ કરી છે. તમામ વિભાગોને એલર્ટ પર રાખીને સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.




