VIDEO: છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ભારે ખુશી
છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે છોટાઉદ

છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે છોટાઉદેપુર પાસે આવેલી ઓરસંગ નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની સીઝનમાં નદી બારેમાસ જીવંત થતાં અને પાણી આવતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે, કારણ કે આ પાણીથી આગામી સમયમાં ખેતી અને સિંચાઈ માટે ખેડૂતોને ખૂબ મોટી રાહત મળશે.


