VIDEO: છોટાઉદેપુરના પાલા ગામે શ્રમદાન અને મંત્રોના પાઠ બાદ જ રણછોડરાય ભગવાનના દર્શનની અનોખી પરંપરા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામે આવેલા શ્રી રણછોડરાય ભગવાનના મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા આજે પણ અકબંધ જોવા મળી છે. આ મંદિરમાં દર્શન કરવા માટે માત્ર આવવું પૂરતું નથી, પરંતુ મૌનમુનિ મહારાજ દ્વારા નિર્ધારિત નિયમો મુજબ દરેક ભક્તે મંદિર પરિસરમાં શ્રમદાન કરવું ફરજિયાત છે, જેમાં મંત્રી કે ધારાસભ્ય જેવા પ્રતિનિધિઓ પણ અપવાદ નથી. આ સાથે જ મહિલાઓ માટે પણ ખાસ નિયમ છે જેમાં તેઓએ 'ૐ નમઃ શિવાય' અને ગાયત્રી મંત્ર જેવા વૈદિક મંત્રો લેખિતમાં તૈયાર કરીને અને યાદ રાખીને રજૂ કરવા પડે છે, ત્યારબાદ જ તેમને પ્રવેશ મળે છે. આદિવાસી વિસ્તારમાં ધાર્મિક આસ્થા સાથે શિક્ષણ, શિસ્ત, સંસ્કાર અને સેવા ભાવનાનો આ અદભુત સમન્વય સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.




