Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Allegation of corruption in RCC road in Chotaudepur's Dolia, youths broke the road revealed

VIDEO: છોટાઉદેપુરના ડોલરિયામાં RCC રોડમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, યુવાનોએ રસ્તો તોડી કર્યો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુરના ડોલરિયા ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવેલી ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. ગામના જાગૃત યુવાનોએ 3 લાખના ખર્ચે બનેલા RCC રોડની તપાસ કરતા નીચે કોંક્રિટને બદલે માત્ર માટી જોવા મળી હતી. આ રોડનો પર્દાફાશ કરતો વિડિયો યુવાનોએ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા તંત્રમાં દોડધામ મચી છે.આક્ષેપ છે કે, બાંધકામ વિભાગના એન્જીનિયરો મેઝરમેન્ટમાં 8 ઇંચની જાડાઈ દર્શાવે છે, જ્યારે વાસ્તવમાં માત્ર 1 ઇંચનો જ રસ્તો બનાવાયો છે. આટલી મોટી ગેરરીતિ છતાં પેમેન્ટ કઈ રીતે થયું તે મોટો પ્રશ્ન છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચથી લઈને તાલુકા વિકાસ અધિકારીઓ સુધીના સૌ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે. ત્યારે શું તંત્ર આ જવાબદારો સામે કાર્યવાહી કરશે?

App Store