મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પૂરમાં ગરકાવ થઈ ગયેલા વાહનો ટોટલ લોસ કન્ડિશનમાં

નવસારીમાં બે દિવસ અગાઉ આવેલા ભયાનક પૂરે સામાન્ય અને મધ્યમ વર્ગના જનજીવનને અસ્તવ્યસ્ત કરી મૂક્યું છે. પૂરના પાણી તો

તસવીર: gstv

નવસારીમાં બે દિવસ અગાઉ આવેલા ભયાનક પૂરે સામાન્ય અને મધ્યમ વર્ગના જનજીવનને અસ્તવ્યસ્ત કરી મૂક્યું છે. પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ લોકો માટે મુશ્કેલીઓનો અંબાર છોડી ગયા છે, ખાસ કરીને નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ અત્યંત ગંભીર બની છે. સુરત અપડાઉન કરતા અસંખ્ય રત્નકલાકારો અને શ્રમજીવી પરિવારના 500થી વધુ બાઇક અને કાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોટા ભાગના વાહનો 'ટોટલ લોસ' કન્ડિશનમાં આવી જતાં લોકો સામે હવે રોજીરોટીનું મોટું સંકટ ઊભુ થયું છે. આ પરિસ્થિતિને પગલે હવે સ્થાનિકો અને નગરસેવકે પણ સરકાર પાસે વિશેષ રાહત પેકેજની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો