VIDEO: વડોદરામાં પૂરની સ્થિતિ: કંટ્રોલ રૂમ ન શરૂ કરવા પર રાજકારણ !
વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે વાઘોડિયા અને સાવલી તાલુકા સહિત અનેક વિ

વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે વાઘોડિયા અને સાવલી તાલુકા સહિત અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે અને લોકો અટવાયા છે. આ આફત વચ્ચે જિલ્લા સ્તરે ભાજપ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં ન આવતા રાજકારણ ગરમાયું છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડો. બી. જે. બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જેથી અલગ કંટ્રોલ રૂમની જરૂર નથી. આ નિવેદન સામે વિપક્ષ અને સ્થાનિકોએ સંકલનનો અભાવ હોવાના સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ તંત્ર અને ભાજપ દ્વારા રાહત અને બચાવ કામગીરી સક્રિય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રશાસન દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા ખાસ અપીલ કરવામાં આવી છે.




