VIDEO: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નીચાણવાળા ભાગોમાં જળબંબાકરની સ્થિતિ, પ્રિ-મોનસુનની કામગીરી નિષ્ફળ
શહેરમાં થોડા વરસાદ બાદ ઠેરઠેર પાણી ભરાવવાના દૃશ્યો સામે આવ્યા. ખાસ કરીને સરસપુરવોરાના રોઝા વિસ્તારમાં વ
શહેરમાં થોડા વરસાદ બાદ ઠેરઠેર પાણી ભરાવવાના દૃશ્યો સામે આવ્યા. ખાસ કરીને સરસપુરવોરાના રોઝા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સરસપુરથી બાપુનગર જવાના માર્ગ પર પાણી ભરાયા છે.
સરસપુરથી બાપુનગર જવાના માર્ગ પર પાણી ભરાયા છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ આ માર્ગ RCCનો બનાવવામાં આવ્યો છે. થોડાક સમય પૂર્વેજ આ માર્ગ ખુલ્લે મુકાયો છે. તંત્રની પ્રિ-મોનસુનની કામગીરી નિષ્ફળ ઠગારી નીવડી છે.
સાડા ત્રણ ઈંચથી વધુના વરસાદે તંત્રની પોલ ખોલી
સવારે 11 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ સાડા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતાં ઘર-દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નીચાણવાળા ભાગોમાં જળબંબાકરની સ્થિતિ સર્જાઇ છે. અઢી ઇંચ જેટલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે.







