મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં કન્ટેનર કેબિનમાં આગ લાગતા મચી અફડાતફડી, ફાયરબ્રિગેડ થયું દોડતું  

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પીપલોદ ખાતે આવેલા રાહુલ રાજ મોલ

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પીપલોદ ખાતે આવેલા રાહુલ રાજ મોલ પાસે આવેલા SMC બિલ્ડીંગમાં આવેલા કન્ટેનર કેબિનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા 4થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પહોંચી ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાયો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં પોલીસ કોન્સ્ટેબલને નડ્યો અકસ્માત, નોકરીથી ઘરે જતી વખતે જ મળ્યું મોત

આ સમાચાર શેર કરો