મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ- શાહવાડીમાં કપડાંની ફેક્ટરીમાં લાગી આગ, ફાયરફાયટરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. ગતરોજ નારોલમાં લાંભા મંદિર રોડ ઉપર એક લાકડાના ગોડાઉનમાં આ

અમદાવાદમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. ગતરોજ નારોલમાં લાંભા મંદિર રોડ ઉપર એક લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારે આજે ફરી એક વખત નારોલના શાહવાડી ગામમાં કપડાં અને રૂ ની ફેકટરીમાં આગ લાગી છે. વહેલી સવારે લાગેલી આગ હાલ પણ બેકાબુ છે. ત્રણ અધિકારીઓ અને ફાયરવિભાગની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. રૂમાં લાગેલી આગના કારણે આગને કાબુમાં લેવામાં સમસ્યા નડી રહી છે. 

અમદાવાદના નારોલ – લાંભા મંદિર રોડ પર આવેલા એક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં લાગેલી આગે અચાનક વિકરાળ બનતા દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ

આ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ધોરણે આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 15 ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી. મળતી માહિતી અનુસાર આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ આગમાં ગોડાઉનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે.

આ સમાચાર શેર કરો