VIDEO: સુરતમાં ગાડીના શોરુમમાં લાગી આગ, 7 ગાડીઓ બળીને રાખ
સુરત શહેરમાંથી ગાડીના એક શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરત શહેરના પીપલોદ રોડ પર મારુતિ સુસુક
સુરત શહેરમાંથી ગાડીના એક શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરત શહેરના પીપલોદ રોડ પર મારુતિ સુસુકી કંપનીના શોરૂમમાં આગ લાગી હતી. અગમ્યકારણોસર આગ લાગતા શો રૂમમાં મુકેલી 7 જેટલી ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી અને માનદરવાજા, મજુરા, વેસુ સહિતનો ફાયરનો કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો. જો કે, આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.




