VIDEO: સુરતમાં NSG કમાન્ડોની મોકડ્રિલ વચ્ચે લાગી આગ, બ્લાસ્ટ બાદ આગ લાગતાં 10નું કરાયું રેસ્ક્યું
સુરતમાં NSG કમાન્ડોની મોકડ્રિલ અલગ અલગ જગ્યાએ ચાલી રહી છે. ત્યારે અલથાણ ભીડરાડ રોડ ઉપર આવેલ ખાનગી કોમ્પલેક્ષન
સુરતમાં NSG કમાન્ડોની મોકડ્રિલ અલગ અલગ જગ્યાએ ચાલી રહી છે. ત્યારે અલથાણ ભીડરાડ રોડ ઉપર આવેલ ખાનગી કોમ્પલેક્ષના હોટલમાં NSG કમાન્ડો રોકાયા હતા. ત્યાં મોડી રાતે તે કોમ્પ્લેક્સના હોટલમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આશરે 160 જેટલા NSG કમાન્ડો હોટલમાં રોકાયા હતાં. ફાયરની 10 જેટલી ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં 10 લોકોનું ફાયરના જવાનોએ રેસ્ક્યું કર્યું હતું. ફાયરના જવાનોએ પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. NSG કમાન્ડો અને તેઓના હથિયાર પણ સહી સલામત છે. આગ લાગવાનું કારણ એકબંધ રહેવા પામ્યું છે.


