VIDEO : સુરતમાં SP મિલમાં લાગી ભીષણ આગ, આજુબાજુના વિસ્તારમાં મચી અફરાતફરી
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી SP મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ડાઇગ મિલની ચીમનીમાં અચાનક આગ ભ
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી SP મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ડાઇગ મિલની ચીમનીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. સમયસર કાર્યવાહી થતાં આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



