મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતની સચિન GIDCના કચરાના પ્લાન્ટમાં લાગી આગ, ધુમાડો ઊંચે ઉઠતાં સર્જાયો ભયનો માહોલ

સુરતમાં એક પછી એક આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ વખતે સચિન જીઆઇડીસીમાંથી નીકળતા વેસ્ટ કચરાના ડિસ્ટ્ર

સુરતમાં એક પછી એક આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ વખતે સચિન જીઆઇડીસીમાંથી નીકળતા વેસ્ટ કચરાના ડિસ્ટ્રોય પ્લાન્ટમાં આગ લાગી ગઈ હતી. રોડ નંબર 82 પર આવેલી કચરા ડિસ્ટ્રોય પ્લાન્ટમાં આગ લાગી ગઈ હતી. આગના ધુમાડા એટલા ઊંચા ઉઠતાં હતા કે, આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો. આગની જાણકારી ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. હાલ ફાયર અને પોલીસના અધિકારીઓ સ્થળ પર છે.

આ સમાચાર શેર કરો