VIDEO: મહેસાણા લાકડાની ફેક્ટરી-ઓટો ગેરેજમાં આગ, અનેક વાહનો બળીને ખાખ
મહેસાણાની ભગવતી વુડન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ઊંઝા હાઈવે પર આવેલી ફેક્ટરીમાં દુર્ઘટના બની હતી. લાકડાન
મહેસાણાની ભગવતી વુડન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ઊંઝા હાઈવે પર આવેલી ફેક્ટરીમાં દુર્ઘટના બની હતી. લાકડાની ફેક્ટરીમાં આગ લાગતા લાખો રૂપિયાના માલનું નુકસાન થયાનું અનુમાન છે. ઊંઝા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. નજીકની ફેકટરીમાં આગનો ભરડો ન લે તે માટે તંત્ર એક્શનમાં છે.
મહેસાણા હાઇવે પર આવેલ વુડન મટેરીયલ બનાવતી ફેક્ટરી, બાઇક ગેરેજ, અને લાટીમાં આગ લાગી હતી. ઊંઝા, પાટણ, વિસનગર, ongcના ફાઇર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આગના કારણે ગેરેજમાં આવેલ અનેક બાઇકો બળીને ખાખ થયા છે.




