મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મનરેગા શ્રમિકોના હક્ક માટે જંગ: MLA જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં ૧૨ માંગણીઓ સાથે રજૂઆત!

બનાસકાંઠાના વડગામ તાલુકામાં મનરેગા શ્રમિકોના હક્કો અને વિવિધ

તસવીર: gstv

બનાસકાંઠાના વડગામ તાલુકામાં મનરેગા શ્રમિકોના હક્કો અને વિવિધ પ્રશ્નોને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં ૧૨ મુખ્ય માંગણીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તાલુકા વિકાસ અધિકારી મારફતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં દરેક ગ્રામીણ પરિવારને ૧૨૫ દિવસનું બાંયધરીયુક્ત કામ આપવા, મોંઘવારી મુજબ વેતનમાં વધારો કરવા, કામના સ્થળે પીવાનું પાણી અને છાંયડા સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા તેમજ NMMS એપ્લિકેશનની ટેકનિકલ ખામીઓ દૂર કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત વેતનમાં વિલંબ થાય તો વળતર અને સમયસર કામ ન મળે તો બેરોજગારી ભથ્થું ચૂકવવા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. જો વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ધારાસભ્ય મેવાણીની આગેવાની હેઠળ મોટા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો