VIDEO: ધોળકાના મીરકુવા વિસ્તારમાં કોંગ્રેસાના વિજય વરઘોડા દરમિયાન મારામારી, ઘટનામાં 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત
ધોળકાના મીરકુવા વિસ્તારમાં કોગ્રેસના વિજ
ધોળકાના મીરકુવા વિસ્તારમાં કોગ્રેસના વિજય વરઘોડા દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. ઉમેદવારના સમર્થનમાં નીકળેલા વરઘોડા દરમિયાન અચાનક કેટલાક લોકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે, જેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.




