VIDEO: સુરતમાં સચિન GIDCમાં ભીષણ આગ 9 કલાક બાદ પણ બેકાબૂ, 15 ફાયરની ગાડીઓ આગ પર કાબૂ લેવા કાર્યરત
સુરતના શિવશ્કિત ટેક્સટાઇલ માર્કેટમાં વિકરાળ આગ લાગવાની ઘટનાને હજુ એક મહિનો પણ થયો નથી એવામાં સ
સુરતના શિવશ્કિત ટેક્સટાઇલ માર્કેટમાં વિકરાળ આગ લાગવાની ઘટનાને હજુ એક મહિનો પણ થયો નથી એવામાં સુરતમાં ફરી એક વખત ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં સચિન GIDC ખાતે કપડાંના ગોડાઉનમાં આગ મામલે 15થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટેની કામગીરી હાથ ધરી હતી.
9 કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં આગ બેકાબુ બની રહી છે. આગ પર કાબુ લેવા માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવીને કામગીરી હાથ ધરી છે. આજુબાજુના લોકોને ઘર ખાલી કરવા આદેશ આપવામાં આવ્ચા છે. લોકો સામાન લઇ અન્ય સ્થળે જવા મજબુર બન્યા છે. વિકરાળ આગને પગલે અસંખ્યા ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.




