VIDEO: સુરતના હિંદ ટી વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલાની ઘટના, પોલીસે શરૂ કરી તપાસ
સુરત શહેરમાં જીવલેણ હુમલાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જઈ રહી છે. શહેરના હિંદ ટી વિસ્તારમાં એક યુવક પર જીવલેણ

સુરત શહેરમાં જીવલેણ હુમલાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જઈ રહી છે. શહેરના હિંદ ટી વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ અંગત અદાવતના કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.




