મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : નોઈડામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, એક જ પરિવારના 5નાં મોત

ગ્રેટર નોઈડાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નોઈડાથી ગ્રેટર નોઈડાને જોડતા એક્સપ્રેસ વે

ગ્રેટર નોઈડાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.  નોઈડાથી ગ્રેટર નોઈડાને જોડતા એક્સપ્રેસ વે પર રવિવારે સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ જતાં માહોલ ગમગીન થઇ ગયો હતો. 

મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયા 

મૃતકોમાં 3 મહિલા અને બે પુરૂષો સામેલ હોવાની જાણકારી મળી છે. માહિતી મળતાં જ નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઘટના બાદ મૃતકના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. અકસ્માત થવાનું કારણ પણ કારચાલકને ઝોંકુ આવી ગયું હોવાનું મનાઇ રહ્યું છે. 

મૃતકોમાં કોણ કોણ સામેલ 

  • અમન  (27 વર્ષ)
  • દેવી સિંહ (60 વર્ષ)
  • રાજકુમારી (50 વર્ષ)
  • વિમલેશ (40 વર્ષ)
  • જીવન (40 વર્ષ)

કેવી રીતે થયો અકસ્માત?

આ અકસ્માત સેક્ટર-146 મેટ્રો સ્ટેશન પાસે થયો હતો. મૃતકોમાં સામેલ તમામ લોકો એક કારમાં જઈ રહ્યા હતા. જ્યારે વહેલી સવારે કારચાલકે નોઈડા એક્સપ્રેસ વેની બાજુમાં ઉભેલી ટ્રકને ટક્કર મારી દીધી. જેમાં તમામ 5 લોકોના મોત થયા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના બાદ ક્ષતિગ્રસ્ત બંને વાહનોને નોઈડા એક્સપ્રેસ વે પરથી હટાવી લેવામાં આવ્યા હતા. આ અંગે નોલેજ પાર્ક પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
https://twitter.com/ANI/status/1855474193074368835

આ સમાચાર શેર કરો