મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મહારાષ્ટ્રના બુલઢાણામાં ટ્રિપલ અકસ્માતમાં 5ના મોત, 24થી વધુ ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે.

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર  ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ  5 જેટલાં લોકોને કાળ ભરખી ગયો હતો.

કેવી રીતે સર્જાયો અકસ્માત? 

મળતી માહિતી અનુસાર એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ગતિએ દોડતી બોલેરો કાર એસ.ટી.બસ સાથે અથડાઈ હતી. જેના લીધે પાછળ આવતી ખાનગી બસ પણ અકસ્માતનો ભોગ બની હતી. ભયાનક અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનામાં  24 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. 

આ સમાચાર શેર કરો