મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : મોડાસામાં હાઇવે પર ST બસ અને ખાનગી બસ વચ્ચે ભયંકર અકસ્માત, 3ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

Aravalli news : અરવલ્લી જિલ્લાના મોડાસામાં સાકરીયા સ્ટેટ હાઇવે પર ST બસ અને ખાનગી બસ વચ્ચ

Aravalli news : અરવલ્લી જિલ્લાના મોડાસામાં સાકરીયા સ્ટેટ હાઇવે પર ST બસ અને ખાનગી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જયારે 3 લોકોના મોત થયા છે. ખાનગી બસમાં સવાર લોકો વડોદરાના સાવલીના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

ઘટનાની જાણ થતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યાં હતા તેમજ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી. બસના કાટમાળમાં દબાઈ ગયેલા લોકોને બહાર કાઢવા માટે JCB મશીનની મદદ લેવામાં આવી છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે. 

આ સમાચાર શેર કરો