મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કચ્છ જિલ્લામાં વરસાદે હાથ તાળી આપતા ખેડૂતો, પશુપાલકો ચિંતિત

કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. અગાઉ પડેલા

તસવીર: gstv

કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. અગાઉ પડેલા વરસાદના આધારે ખેડૂતોએ લાખો હેક્ટરમાં વાવેતર કર્યું હતું. હવે લાંબો સમય વરસાદ ન પડતા ખેડૂતોની નજર આકાશ તરફ મંડાઈ છે અને ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં ઉભો પાક સુકાવા લાગ્યો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને સારા વરસાદની આશા રાખી રહ્યા છે. 

ચાલુ સિઝનમાં હજુ સુધી વરસાદી સંજોગો ન સર્જાતા ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા છે. કચ્છમાં સિંચાઈ માટે પૂરતી પાણીની વ્યવસ્થા ન હોવા સાથે ભૂગર્ભજળના તળ પણ ઊંડા ગયા છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. સમયસર વરસાદ નહીં પડે તો કપાસ, મગફળી, એરંડા, ઘાસચારો અને શાકભાજી સહિતના પાકમાં નુકસાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

આ સમાચાર શેર કરો