VIDEO: પોલીસ સ્ટેશન સામે અર્ધનગ્ન હાલતમાં પરિવારના ધરણા, ગેસગળતરમાં 2 યુવકોના મોતનો મામલો
પાટડીમાં ગેસગળતર થતાં 2 યુવકોના મોત બાદ ન્યાય માટે પાટડી પોલીસ મથક બહાર અર્ધનગ્ન હાલતમાં ધ
પાટડીમાં ગેસગળતર થતાં 2 યુવકોના મોત બાદ ન્યાય માટે પાટડી પોલીસ મથક બહાર અર્ધનગ્ન હાલતમાં ધરણા પર પરિવાર ઉતર્યો છે. પાટડીમાં ગેસ ગળતરથી 2 યુવકોના મોત બાદ ચિફ ઓફિસર અને એસ.આઈની ધરપકડ કરવામાં ન આવતા રોષ ફેલાયો છે. આખી રાત અર્ધનગ્ન હાલતમાં પીડિત પરિવારજનો પોલીસ મથક બહાર ન્યાય માટે બેસી રહ્યા હતા. અને જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા શરૂ રહેવાની ચીમકી આપી હતી.
જણાવી દઈએ કે, પાટડીમાં સેફટીના સાધન વગર જ સફાઇ કર્મચારીઓને કૂવામાં સફાઈ માટે ઉતરવામાં આવ્યા હતા અને ગળતરની ઘટનામાં2 યુવકોના મોત નિપજ્યા હતા. પીડિત પરિવારને સમાધાન માટે પણ દબાણ કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો છે. પાટડી પોલીસ મથક બહાર જ અર્ધનગ્ન હાલતમાં પરિવાર ધરણા પર ઉતર્યો છે. ચીફ ઓફિસર અને એસ.આઈ સામે ગુનો દાખલ છતાં તેમની અટકાયત કરવામાં ન આવતા રોષ ભભૂક્યો છે.
