મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટની બાલાજી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન બેદરકારીના આક્ષેપ સાથે પરિવારની ન્યાયની માંગ

રાજકોટમાં ખાનગી બાલાજી હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો સાથે પ

તસવીર: gstv

રાજકોટમાં ખાનગી બાલાજી હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો સાથે પરિવારજનોએ ન્યાયની માંગ ઉઠાવી છે. પરિવારના જણાવ્યા મુજબ ડિમ્પલબેન પોબારૂનું ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મૃત્યુ થયું હતું. પરિવારનો દાવો છે કે ઓપરેશન દરમિયાન જરૂરી સર્જનને હાજર રાખવાને બદલે ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમજ ઓપરેશન બાદ દર્દીની તબિયત બગડતાં સમયસર યોગ્ય તબીબી સારવાર ન મળ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બાદમાં દર્દીને ઓલમ્પસ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, હોસ્પિટલ તરફથી આક્ષેપો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

આ સમાચાર શેર કરો