મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સંતોષ દુબે દ્વારા પુરાવા સુપ્રત

અયોધ્યામાં રામ મંદિરના ચઢાવા ની કથિત ચોરી અને આર્થિક ગેરરીતિના વિવાદમાં હિન્દુ ધર્મ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ દુબેએ

તસવીર: GSTV

અયોધ્યામાં રામ મંદિરના ચઢાવા ની કથિત ચોરી અને આર્થિક ગેરરીતિના વિવાદમાં હિન્દુ ધર્મ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ દુબેએ તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ને મહત્વના પુરાવા સોંપ્યા છે. સંતોષ દુબે અયોધ્યાના સીઓ સિટીની કચેરીએ પહોંચ્યા હતા અને દાન પેટીઓમાંથી કથિત રીતે ગાયબ થયેલા સોના-ચાંદીના દાગીના, સિક્કા અને રોકડ સંબંધિત દસ્તાવેજોની ફાઇલ સોંપી હતી. આ દરમિયાન એસઆઈટીના વડાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ તેમની સાથે ચર્ચા કરી હતી. દુબેએ દાવો કર્યો છે કે આ પુરાવાઓમાં કૌભાંડ આચરનારાઓની સંપૂર્ણ વિગતો છે.

આ સમાચાર શેર કરો