VIDEO: કર્ણાટકના હુબલીમાં કોંગ્રેસ પક્ષની અંદર જ અસંતોષના સૂર ઉઠ્યા
કર્ણાટકના હુબલીમાં કોંગ્રેસ પક્ષની અંદર જ અસંતોષના સૂર ઉઠ્યા છે. કોંગ્રેસના સ્થાનિક મુસ્લિમ નેતાઓ અને કાર્યકરોએ ધારાસભ્ય ઝમીર અહેમદ ખાનને કેબિનેટમાં મંત્રી પદ આપવાની માંગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ પક્ષના હાઈકમાન્ડ સમક્ષ મુસ્લિમ સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની રજૂઆત કરી છે. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ હુબલી-ધારવાડ મહાનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્તાફ હલવૂર અને પૂર્વ મંત્રી એ. એમ. હિંદસગેરી જેવા વરિષ્ઠ નેતાઓએ કર્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ મંત્રી હિંદસગેરીએ જણાવ્યું હતું કે ઝમીર અહેમદ સમુદાયના એક પ્રભાવશાળી નેતા છે અને રાજ્યમાં કોંગ્રેસની જીતમાં લઘુમતી સમાજનો મોટો ફાળો રહ્યો છે તેથી તેમને મંત્રી મંડળમાં સ્થાન મળવું જ જોઈએ. આ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા બાદ કર્ણાટક કોંગ્રેસમાં રાજકીય ગરમાવો આવી ગયો છે

