VIDEO: આઝાદીના 78 વર્ષ બાદ પણ અહીં પાકો રોડ કે પીવાના પાણીની પાઈપલાઈન નથી! સ્ટ્રીટ લાઈટ અને ડ્રેનેજની પણ કોઈ વ્યવસ્થા નહીં
સુરેન્દ્રનગરના વઢવાણના નવા દરવાજા વિસ્તારમાં આવેલ ફૂલચોક શેરી ન
સુરેન્દ્રનગરના વઢવાણના નવા દરવાજા વિસ્તારમાં આવેલ ફૂલચોક શેરી નંબર 3 ના રહીશો આજે પાયાની સુવિધાઓના અભાવે આકરા વિરોધ પર ઉતર્યા છે. આઝાદીના 78 વર્ષ વીત્યા હોવા છતાં, તંત્ર દ્વારા અહીં હજુ સુધી પાકો રોડ કે પીવાના પાણીની પાઈપલાઈન નાખવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકો 1 કિલોમીટર દૂરથી પાણી ભરવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ અને ડ્રેનેજની કોઈ વ્યવસ્થા ન હોવાથી ચોમાસામાં ઘરોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાય છે. મહાનગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગે છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


