VIDEO: અંકલેશ્વરમાં વીજપોલ ધરાશાયી, કારને નુકસાન, ડ્રાયવરનો બચાવ
અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં વીજ વિભાગની કામગીરી દરમિયાન એક બાદ એક બે લોખંડના વ

અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં વીજ વિભાગની કામગીરી દરમિયાન એક બાદ એક બે લોખંડના વીજપોલ ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. અંડરગ્રાઉન્ડ કેબલનું કામ પૂર્ણ થયા બાદ જૂના વીજપોલ પરથી વાયરો કાપવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. મહાશિવ હોટલ પાસે એક વીજપોલ પાર્ક કરેલી કાર પર પડ્યો હતો, જેમાં ડ્રાઇવર હાજર હોવા છતાં સદનસીબે તેનો બચાવ થયો હતો. વીજપોલ પડવાથી કારને મોટું નુકસાન થયું છે, જ્યારે પ્રતિન હોટલ પાસે પણ અન્ય એક વીજપોલ ધરાશાયી થયો હતો. ભરચક વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે સ્થાનિકોએ વીજ વિભાગની કામગીરી અને સલામતીના પગલાં સામે સવાલો ઉઠાવ્યા છે.




